કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ફરી પ્રદેશ પ્રમુખ મુદ્દે આંતરિક ખેચતાણ જામી છે. પાટીદાર, કોળી સહિત અન્ય સમાજના નેતાને પ્રમુખપદ આપવા રજૂઆત થઈ છે. ત્યારે જેમણે કોંગ્રેસની ઘોર ખોદી છે તે નેતાઓને જ દિલ્હીનું તેડુ આવ્યું છે, પરિણામે વિરોધનો સૂર ઉઠ્યો છે. દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે ફરી બેઠકોનો દોર શરૂ થયો છે અને ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપાશે તે મુદ્દે રાજકીય અટકળોએ વેગવાન બની છે.

