Rain Forecast, Gujarat: રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (14 જુલાઈ) 13 થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં રાજ્યમાં આજે સોમવારે 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

