Home / Gujarat / Gandhinagar : Rain with strong winds in many areas of the state, damage to farmers, storm forecast remains

Rain in Gujarat : રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોને નુકસાન, વાવાઝોડાની આગાહી યથાવત્

Rain in Gujarat : રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોને નુકસાન, વાવાઝોડાની આગાહી યથાવત્

 Rain in Gujarat : ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ભરેઉનાળે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આજે ગુરુવારે (22 મે, 2025) રાજકોટ, પોરબંદર, અમરેલી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે જોરદાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે પાકને નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાજકોટમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે ગુરુવારે (22 મે) રાજકોટના ઉપલેટા, ગોંડલ, કોટડા સાંગાણી, શાપર-વેરાવળ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં કોટડાસાંગાણી તાલુકામાં વીજળી પડતાં 10 ઘેટા બકરાનાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે.

 

અમરેલીના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગુરુવારે (22 મે) ગાજવીજ સાથે અને ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમરેલીના વડિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઢળતી સંધ્યાએ પવન અને કરા પડવાની સાથે વરસાદ પડ્યો છે. જેમાં વડીયા તોરી રામપુર અર્જનસુખ સહિત ગામોમાં વરસાદ વરસ્યો છે. જ્યારે રામપુર ગામે કરા સાથે વરસાદ થયો. અમરેલીમાં અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ ભારે પવન અને વીજ કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકો છે.

રાજ્યના વાતાવરણમાં પટલો આવ્યો છે, અમરેલીના વડીયા શહેરમાં મિની વાવાઝોડાં જેવી સ્થિતિ ઊભી થઈ છે. મુખ્ય બજારમાં આવેલી દુકાનોના બોર્ડ અને વૃક્ષોની ડાળીઓ ધરાસાઈ થઈ છે અને ત્રણ દરવાજા પાસે રાજાશાહી વખતનો મહાકાય લીમડો ધરાસાઈ થયો છે. જોકે, સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે. આ સાથે પોરબંદર, ચોટિલા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અપર એર સાયલક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રીએ ઍલર્ટવાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાને લઈને સૂચના આપી છે. ચાલો જાણીએ કયા જિલ્લામાં કેવો રહેશે વરસાદી માહોલ.

Related News

Icon