Home / Gujarat / Ahmedabad : Rain in Ahmedabad: Heavy rain in Ahmedabad with black clouds, people get relief from the heat

Rain in Ahmedabad: કાળાડિબાંગ વાદળો સાથે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ, ગરમીથી લોકોને મળી રાહત

Rain in Ahmedabad: કાળાડિબાંગ વાદળો સાથે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ, ગરમીથી લોકોને મળી રાહત

Rain in Ahmedabad : રાજ્યમાં થોડા દિવસથી મેઘરાજા આરામના મૂડમાં હોય તેવુ લાગી રહ્યું છે. જ્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે શુક્રવારે અમદાવાદના અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ થતાં અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને પરેશાન ભોગવી પડી હતી. જ્યારે કેટલીક જગ્યાએ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
આજે 11 જુલાઈએ સાંજ પછી અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં સેટેલાઇટ, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, વાડજ, વસ્ત્રાપુર, કાલુપુર, શાહપુર, નરોડા, ઈનકમ ટેક્ષ ચાર રસ્તા, શિલજ, બોપલ, આંબલી, ઈસકોન, પકવાન, ગોતા, બોડકદેવ, રિવરફ્રન્ટ, નારણપુર સહિતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે.

શહેરમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં કેટલાક લોકોના વાહનો ખોટકાતા ધક્કા મારી લઈને જતા જોવા મળ્યા. જ્યારે એસ.જી. હાઈવે સહિતના રસ્તાઓ પર વાહનોની ભારે લાઈન જોવા મળી. 
 
17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 12-13 જુલાઈના રોજ નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 14-15 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત 11થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે 16-17 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 

Related News

Icon