Rajkot News: સીટી બસ ચાલક દ્વારા સર્જવામાં આવેલ અકસ્માત મામલે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, અકસ્માતમાં મૃત્યુ આંક ચાર પર પહોંચ્યો છે. મૃતકોમાં બે મહિલા અને બે પુરુષનો સમાવેશ છે, તેમજ 3 લોકો ઘાયલ છે. સીસીટીવી જોતા એવું લાગી રહ્યું છે કે ડ્રાઇવર બ્રેક નથી મારી શક્યો અથવા તો તેનાથી બ્રેક નથી લાગી. ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ડ્રાઇવર વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો તેમજ ડ્રાઇવર શિશુપાલસીંગ હાલ સારવાર હેઠળ છે અને તેને ટર્મિનેટ કરવામાં આવ્યો છે.

