
Rajkot: રાજકોટ શહેરમાં મધરાતે 12 વાગ્યે પણ ધંધો-રોજગાર ચાલુ રાખવા બાબતે કોંગ્રેસે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. કોંગ્રેર પ્રવક્તા રોહિત રાજપૂતે કહ્યુ કે તેમની પાસે કેટલાક વેપારીઓની રજૂઆત આવી છે કે, પોલીસ રાતના સમયે આવીને વેપારીઓને હેરાન પરેશાન કરે છે. સામાન્ય નાગરિકો રાત્રિના હોટલ પર જાય્ ત્યારે તેમના વાહનમાંથી હવા કાઢીને લાઠીચાર્જ કરે છે. તેઓએ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવતા એમ પણ કહ્યુ કે, પીસીઆર વાનચાલક દારૂના નશામાં હોટલમાં તોડફોડ કરે છે તે અંગેના કેટલાક પુરાવા સાથે રજૂઆત કરી છે.. કોંગ્રેસે માંગ કરી છે કે, પોલીસ સ્પષ્ટ કરે અને પરિપત્ર જાહેર કરે કે રાત્રિના વેપારીઓને વેપાર કરી શકશે.
રાજકોટ શહેરમાં રાત પડતાની સાથે પોલીસ વેપારીઓને હેરાન કરતા હોવાની વેપારીઓએ કોંગ્રેસને રજૂઆત કરી હતી. રાત્રીના સમયે ધંધો-રોજગાર ન કરવા દેતા હોવાનો વેપારીઓએ કોંગ્રેસને કહ્યું હતું. જેથી કોંગ્રેસે પોલીસ કમિશનરને આ અંગે જણાવ્યું કે, વેપારીઓને રાત્રીના સમયે હોટલ, ધંધા-રોજગાર ચાલુ રાખવા દેવા. તેમજ પોલીસ દ્વારા હેરાનગતિ ન કરવા કમિશનરને રજૂઆત કરી હતી.