શ્રાવણ મહિનામાં રાજકોટનો લોકમેળો ખૂબ જ પ્રખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી લોકો રાજકોટના મેળાની મુલાકાતે આવતા હોય છે. રાજકોટના પ્રખ્યાત લોકમેળામાં આ વર્ષે મોટી રાઈડો શરૂ થવી લગભગ અસંભવ છે. આજે લોક મેળામાં મોટી રાઈડ્સ માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 25 ફોર્મ જ ભરાયા છે.
રાજકોટના લોકમેળા મામલે જિલ્લા કલેક્ટરે નિવેદન આપતા કહ્યું કે, તમામ મોટી રાઈડ ચાલકોએ SOPનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. જો આજે ફોર્મ નહીં ભરો તો હવેના સમયમાં તેમને તક આપી શકાય નહીં. આગામી સમયમાં તારીખ લંબાવી તો મોટી રાઈટ સંચાલકો એસઓપી મુજબ ન અનુસરી શકે. આજે છેલ્લી તક હતી પણ મોટી રાઈડ્સવાળા કોઈ ફોર્મ લઈ ગયા નથી. એટલે મેળામાં એવી જગ્યા અન્ય એક્ટિવિટી માટે ફાળવીશું. રાજકોટ જિલ્લા કલેક્ટરે એસઓપી ફરજિયાતના સંકેત આપ્યા છે. સાથે જ મોટી રાઈડ્સ અંગેનું ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ થશે એમ પણ કહ્યું છે.