
Rajkot News: રાજકોટ-મોરબી રોડ પરથી બાળ મજૂરી ઝડપાવવાને મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાંથી બાળ મજૂરીનો રેકેટનો પર્દાફાશ કરાયો છે. પોલીસ તપાસમાં કુલ ૨૧ બાળકો પકડાયા છે જેમાંથી ૧૬ બાળકો સગીર હોવાનું સામે આવ્યું છે. તેમજ બાળ મજૂરી કરાવનાર અજીત મુલ્લા અજમત મુલ્લા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, પોલીસ તપાસમાં અજીત મુલ્લા અજમત મુલ્લા સગીર બાળકોને માર મારતા હોવાનું સામે આવ્યું છે. દર મહિને એક બાળકને ૮૦૦૦ રૂપિયા આપતો હોવાનું સામે આવ્યું છે. તમામ બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા છે.
TMC ના ટ્વીટ પર એસીપીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે ૨ તારીખથી આ બાળકોની શોધમાં હતા. એક મકાનમાં તપાસ કરી હતી પરંતુ ત્યાં હાજર ન હતા જેથી બીજા સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે પશ્વિમ બંગળમાં પણ એક ગુનો દાખલ કરાવ્યો છે. જેના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પશ્વિમ બંગાળ પોલીસને પણ જાણ કરવામાં આવી છે.