
Rajkot News: ગુજરાતમાં નકલી ડોક્ટર ઝડપાવાની જાણે હોડ લાગી હોય તેમ સતત એક પછી એક નકલી ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. અમદાવાદ, આણંદ, પાટણ, ગીર સોમનાથ, રાજકોટ, દાહોદ, તાપી અને સુરત સહિતના જિલ્લાઓમાંથી નકલી ડોક્ટર ઝડપાયા છે. તાજેતરમાં જ રાજકોટના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં લાંભા સમયથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર ઝડપાયો હતો. એવામાં ફરીથી રાજકોટમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે.
રાજકોટ શહેરમાં RTO ઓફિસ પાછળ રહેણાંક મકાનમાં ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. મળતી માહિતી પ્રમાણે, હરેશ મારું નામના બોગસ તબીબની પોલીસે ધરપકડ કરી છે. SOG બ્રાન્ચ દ્વારા નકલી ડોક્ટરની ધરપકડ કરીને 1.17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો કરવામાં આવ્યો છે. તેમજ બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.