
Rajkot News: ગુજરાતમાંથી સતત આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે એવામાં ફરી એક વખત રાજકોટમાંથી આ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં ખેડૂતે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. ખેડૂતે પોતાની વાડીની ઓરડીમાં આપઘાત કર્યો હતો.
આર્થિક તંગીના કારણે આપઘાત કર્યો હોવાનું માલુમ પડ્યું છે. ચાલુ વર્ષે પોતાની વાડીમાં મગફળીનું વાવેતર કર્યું હતું. બિયારણ નકલી હોવાના કારણે ઉગાવો ન થતા પગલું ભર્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસથી ચિંતામાં રહેતા હતા ખેડૂત આજે પોતાની વાડી ખાતે જઈ આપઘાત કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ખેડૂત માધાભાઈ સામતભાઈ રાઠોડે આપઘાત કર્યો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જામદાદર ગામે ખેડૂતના આપઘાતના પગલે ગમગીનીનો માહોલ છવાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે.