
Rajkot News: રાજકોટમાં 27 વર્ષીય મહિલા તબીબના આપઘાત મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. એન્જલ મોલીયા તેમજ તેના પતિ ધવલ મોલીયા સાથે છેતરપિંડી થઈ હોવાની માહિતી મળી રહી છે. રમેશ તેમજ અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, રમેશ સહિતના ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. એક કિલો સોનાના દાગીના પાંચ લાખ રૂપિયામાં લેવા જતા તબીબ દંપતી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. રમેશે દાગીના ખોદકામ દરમિયાન જમીનમાંથી નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. ચોટીલા ખાતે રમેશ સહિતના વ્યક્તિઓએ સોનાના દાગીના આપ્યા હતા.
ડોક્ટર દંપતીએ દાગીના રાજકોટ લાવી તપાસ કરાવતા દાગીના નકલી હોવાનું સામે આવ્યું હતું. ગત 21 મેના રોજ એન્જલ મોલીયા દ્વારા એનેસ્થેટિક ડ્રગનો ઓવરડોઝ લેવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.