Home / Gujarat / Rajkot : Swamis are incarnations of Hindu gods and goddesses in previous lives

સ્વામીઓ પૂર્વજન્મમાં હિંદુ દેવી દેવતાઓના અવતાર હોવાનો ઉલ્લેખ કરતું રાજકોટના JAPS મંદિરનું પોસ્ટર વાયરલ

સ્વામીઓ પૂર્વજન્મમાં હિંદુ દેવી દેવતાઓના અવતાર હોવાનો ઉલ્લેખ કરતું રાજકોટના JAPS મંદિરનું પોસ્ટર વાયરલ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાય તથા તેમના સાધુઓ કોઈને કોઈ પ્રકારે વિવાદમાં સપડાયા કરે છે. સ્વામિનારાયણ સાધુઓના બફાટ વચ્ચે હવે મંદિર પણ વિવાદમાં સપડાયું છે. રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં આવ્યો છે. રાજકોટના રૈયા રોડ પરનું સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે. રાજકોટમાં જાગાસ્વામી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર વિવાદમાં સપડાયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સ્વામીઓ પૂર્વ જન્મમાં ભગવાન શંકર, શ્રી કૃષ્ણ, લક્ષ્મીજી સહિત દેવી દેવતાઓના અવતારોમાં 

તમામ સ્વામીઓના નામ તેમજ તેઓ પહેલા ક્યા અવતારમાં હતા તેના લિસ્ટ સાથેનું એક પોસ્ટર વાયરલ થયું હતું. રૈયા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજી મહારાજના તમામ શિષ્યને ભગવાનના વિવિધ અવતારોમાં દર્શાવાયા હતા. આ પોસ્ટરમાં સ્વામીઓ પૂર્વ જન્મમાં ભગવાન શંકર, શ્રી કૃષ્ણ ભગવાન, હનુમાનજી, લક્ષ્મીજી સહિત દેવી દેવતાઓના અવતારોમાં હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

મીડિયા પહોંચતા પહેલા જ પિલર પરથી પોસ્ટરને હટાવાયું

જો કે, મીડિયા પહોંચતા પહેલા જ પિલર પરથી પોસ્ટરને હટાવી દેવામાં આવ્યું હતું. જે પિલર પરથી પોસ્ટર હટાવાયું તે પિલર અને આસપાસના ફોટોની સ્થળ પર જ પુષ્ટિ થઈ હતી. મંદિરના સંચાલકોએ પોસ્ટર આ જ મંદિરમાં અગાઉ હોવાની વાત કરી હતી. મંદિરના હરિભક્તે મંદિરના બચાવમાં કહ્યું અમારા હાથમાં 1 વર્ષથી સંચાલન છે, અગાઉના લોકોએ કદાચ રાખેલ હોઈ શકે છે પરંતુ અમે સંચાલન હાથમાં લીધું ત્યારથી આ પોસ્ટર નથી.

Related News

Icon