Home / India : Preparations begin for the consecration of the idols of Ram Darbar on June 5 in Ayodhya

અયોધ્યામાં 5 જૂનના રોજ રામ દરબારની મૂર્તિઓની થશે પ્રાણ પ્રતિષ્ઠા, ભવ્ય સમારોહની તૈયારીઓ શરૂ

અયોધ્યામાં 5 જૂનના રોજ રામ દરબારની મૂર્તિઓની થશે પ્રાણ પ્રતિષ્ઠા, ભવ્ય સમારોહની તૈયારીઓ શરૂ

અયોધ્યમાં રામ મંદિરનું નિર્માણ 5 જૂને પૂરું થઈ જશે અને 3 જૂનથી શરુ થતાં સમારોહમાં 'રામ દરબાર'ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રીરામ જન્મભૂમિ નિર્માણ સમતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ 5 જૂને આયોજિત કરવામાં આવશે,. જોકે, આ વખતે મહેમાનોની યાદી અલગ હોઈ શકે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રામ દરબારની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા

ગત વર્ષે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એક સમારોહમાં રામલલા(બાળક રામ)ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ વખતે રામ દરબારની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા 5 જૂને કરવામાં આવશે, અનુષ્ઠાન 3 જૂને શરુ થશે. આ સિવાય પરિસરમાં સાત અન્ય મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તે મંદિરો માટેના ધાર્મિક સમારોહ પણ આ દિવસે જ કરવામાં આવશે. 

ક્યાં થયું મૂર્તિઓનું નિર્માણ?

અનુષ્ઠાન પહેલાં એકાદશીના અવસરે રામ દરબાર અને સપ્ત મંડપમ મંદિરોમાં મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે. ટ્રસ્ટના અધિકારીના જણાવ્યા અનુસાર, રામ દરબારની મૂર્તિઓ જયપુરથી અયોધ્યા પહોંચી ગઈ છે. મૂર્તિનું નિર્માણ મકરાનાના સફેદ આરસના પથ્થરમાંથી કરવામાં આવ્યું છે. જેમાં ભગવાન શ્રીરામ અને સીતા સિંહાસન પર બિરાજમાન છે. ભરત અને હનુમાનજી શ્રીરામના ચરણો પાસે બેઠા છે. વળી, લક્ષ્મણ અને શત્રુઘ્ન ભગવાન રામની પાછળ ઊભા છે અને હાથપંખા વડે ભગવાનની સેવા કરતાં જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, મૂર્તિકાર સત્ય નારાયણ પાંડેય સ્વયં આ મૂર્તિઓ લઈને અયોધ્યા પહોંચ્યા હતા. 

Related News

Icon