નેશનલ ક્રશ અને સાઉથની એક્ટ્રેસ રશ્મિકા મંદાના આજકાલ બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી રહી છે. તાજેતરમાં તે સલમાન ખાનની ફિલ્મમાં જોવા મળી હતી. તે ઉંટીમાં આયુષ્માન ખુરાના સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે પરંતુ તેનું શૂટિંગ હાલમાં રોકાઈ ગયું છે. રશ્મિકાને થોડો બ્રેક મળ્યો છે. આ બ્રેક દરમિયાન તે ઘરે પહોંચી અને તેણે પોતાના ચાહકો સાથે એક ડાયરી નોટ શૅર કરી છે.

