
Surendranagar news: આગામી 27મી જૂન એટલે કે અષાઢી બીજે અમદાવાદ, રાજકોટ સહિત નાના-મોટા શહેરોમાંથી રથયાત્રા નીકળશે. જેમાં ભગવાન જગન્નાથજી ભક્તોને દર્શન આપવા પરંપરાગત રૂટ પરથી નીકળીને ભાવિકોને દર્શનનો લ્હાવો આપે છે. સુરેન્દ્ર્નગર જિલ્લામાં પણ સાત સ્થળોએ રથયાત્રાનું આયોજન થવાનું છે. જેથી આ રથયાત્રાના બંદોબસ્ત માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રએ આ અંગે તૈયારીઓ શરૂ કરી છે. શાંતિપૂર્વક સુરેન્દ્રનગર જિલ્લાનાં જુદાજુદા વિસ્તારોમાં રથયાત્રા યોજાય તે માટે પોલીસ અને આગેવાનો વચ્ચે બેઠકો શરૂ થઈ છે. આ ઉપરાંત 4 DYSP 25 PI અને 45 PSI અને 1000 પોલીસકર્મીઓ અને GRD જવાનો રથયાત્રામાં ખડેપગે તૈનાત રહેશે.
મળતી માહિતી અનુસાર, આ અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં 7 સ્થળો પરથી નીકળવાની છે. સુરેન્દ્રનગર, વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા અને જોરાવરનગર સહિત 7 સ્થળે રથયાત્રા નીકળશે. જેથી તંત્રને આ માટે તૈયારીઓ, બેઠકોનો દોર અને બંદોબસ્ત અંગેની તૈયારીઓ શરુ કરી દીધી છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજી રથયાત્રામાં સવાર થઈને ભક્તોને દર્શન આપશે. જેમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે. જેથી પોલીસ તંત્ર માટે રથયાત્રાનો બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ શરૂ કરી છે.
ભગવાન જગન્નાથજી મોસાળથી પરત આવીને રથયાત્રામાં આરૂઢ થઈને નીકળશે. જેથી માનવ મહેરામણ આવે ત્યારે કોઈ કાંકરીચાળો ન થાય તે માટે 4 DYSP 25 PI અને 45 PSI અને 1000 પોલીસકર્મીઓ અને GRD જવાનો રથયાત્રામાં તૈનાત થવાના છે. આ ઉપરાંત ફૂટ પેટ્રોલિંગનું પણ આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે શાંતિપૂર્વક રથયાત્રા યોજાય તે માટે પોલીસ અને આગેવાનો વચ્ચે બેઠકો શરૂ કરવામાં આવી છે.