
અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે.
સરસપુરનો માહોલ ભક્તમય બની ગયો
ભગવાન જગન્નાથ નગરચર્યા કરી મામાના ઘરે સરસપુર જઈ રહ્યા છે. એવામાં સરસપુરનો માહોલ ભક્તમય બની ગયો છે. સરસપુરમાં મામેરાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સિવાય જય જગન્નાથ અને જય રણછોડના નાદ સાથે લોકો ભગવાન જગન્નાથજીના સ્વાગત માટે ઉમટ્યા છે.