ભગવાન જગન્નાથની રથયાત્રાનું રંગેચંગે આગમન થયું છે. જોકે, આ દરમિયાન વચ્ચે એક વિઘ્ન આવ્યું છે. રથયાત્રામાં સામેલ ગજરાજો માંથી ત્રણ ગજરાજ બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ ગજરાજો રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા.
ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા
હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જોકે, ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી આવ્યા. મળતી માહિતી મુજબ ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી નહતી મચી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો.