હોમ લોન-ઓટો લોન સહિત લોનધારકોને જૂન મહિનામાં મોટી રાહત મળી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની આગામી મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં મોટો ઘટાડો કરી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના રિસર્ચ રિપોર્ટમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, આરબીઆઈ રેપો રેટમાં 0.50 ટકા (50 બેઝિસ પોઈન્ટ)નો ઘટાડો કરી શકે છે. જેનો ઉદ્દેશ લોન સાયકલને પ્રોત્સાહન આપવા અને વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓની અસર ઘટાડવાનો છે.

