Reserve Bank of India એ ગઈકાલે 9 એપ્રિલના રોજ Repo Rateમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ નવા ઘટાડા બાદ Repo Rate હવે 6.25 ટકાથી ઘટી 6.00 ટકા થયો છે. RBI દ્વારા Repo Rate ઘટ્યા બાદ દેશની ચાર સરકારી Bank એ લોનના વ્યાજદરોમાં 0.35 ટકાનો ઘટાડો કર્યો છે. Punjab National Bank અને Indian Bank એ ગઈકાલે મોડી સાંજે વ્યાજના દરોમાં ઘટાડાની જાહેરાત કરી હતી. Bank of India અને યુકો UCO Bank એ પણ લોનના EMIનો બોજો હળવો કરતાં વ્યાજના દરો ઘટાડવાની જાહેરાત કરી હતી.

