
IPL 2025માં 3 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ રમાઈ હતી. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ મેચમાં CSKને 2 રને હારનો સામનો કરવો પડ્યો હતો. એમએસ ધોની ટીમ માટે કંઈ ખાસ ન કરી શક્યો. જોકે, મેચ પછી એમએસ ધોનીએ હાર માટે પોતાને જ દોષી ઠેરવ્યો હતો. મેચ પછી તેણે એક મોટું નિવેદન આપ્યું છે. ધોનીએ 8 બોલમાં 12 રન બનાવ્યા હતા.
હાર માટે હું જવાબદાર છું - એમએસ ધોની
હાર બાદ, એમએસ ધોનીએ કહ્યું કે, "જ્યારે હું બેટિંગ કરવા ગયો, જે પ્રકારના બોલ અને રનની જરૂર હતી, મને લાગ્યું કે દબાણ ઘટાડવા માટે મારે થોડા વધુ શોટ રમવાની જરૂર હતી. હું હારની જવાબદારી લઉં છું. અમારે યોર્કરનો વધુ અભ્યાસ કરવાની જરૂર છે. ઘણીવાર એવું બને છે કે જ્યારે બેટ્સમેન કનેક્ટ કરવાનું શરૂ કરે છે, ત્યારે તમારે યોર્કર પર આધાર રાખવો પડે છે. તેથી જો તમે પરફેક્ટ યોર્કર શોધી રહ્યા છો, અને તે ન થાય, તો લો ફુલ ટોસ એ આગામી શ્રેષ્ઠ વિકલ્પ છે."
તેણે વધુમાં ઉમેર્યું કે, "તે મારવા માટે સૌથી મુશ્કેલ બોલ પૈકીનો એક છે. પથિરાના જેવો કોઈ, જો તે યોર્કર નથી ફેંકતો, તો તેની પાસે સ્પીડ છે. તે બાઉન્સર ફેંકી શકે છે અને બેટ્સમેનને મૂંઝવી શકે છે. ઘણી વાર જો તે યોર્કર શોધી રહ્યો હોય, તો બેટ્સમેન તેને લાઈનમાં મારવાનો પ્રયાસ કરે છે અને જો તે ચૂકી જાય, તો બેટ્સમેનોને તેને ફટકારવાની તક મળે છે."
આવી રહી મેચ
છેલ્લી ઓવરમાં CSKને જીતવા માટે 15 રનની જરૂર હતી. પરંતુ ધોની આ ઓવરમાં મોટો શોટ રમવામાં નિષ્ફળ ગયો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, RCB એ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 213 રન બનાવ્યા, જેના જવાબમાં CSK એ 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા. આખરે RCB એ મેચ 2 રનથી જીતી લીધી.