Home / Sports / Hindi : Abhishek Sharma's sky high six broke car's window

VIDEO / અભિષેક શર્માની ગગનચુંબી સિક્સથી તૂટ્યો કારનો કાચ, છતાં થયો આટલા લાખનો ફાયદો

IPL 2025માં, ગઈકાલે (23 મે) RCB અને SRH વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં જીતેશ શર્મા RCBનું નેતૃત્વ કરી રહ્યો હતો. તેણે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. નિયમિત કેપ્ટન રજત પાટીદારનો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. મેચમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું અને 20 ઓવરમાં 231 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

SRH તરફથી અભિષેક શર્મા ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે ઈનિંગની શરૂઆતથી જ વિસ્ફોટક બેટિંગ કરી હતી. RCB તરફથી ભુવનેશ્વર કુમારે બીજી ઓવર ફેંકી. આ ઓવરના પાંચમા બોલ પર અભિષેકે શાનદાર સિક્સ ફટકારી. આ સિક્સ સીધી સ્ટેડિયમમાં પાર્ક કરેલી ટાટા કર્વ કારના કાચ પર લાગી, જેના કારણે તેમાં તિરાડો પડી ગઈ અને કારમાં ડેંટ પણ પડી ગયો હતો.

પાંચ લાખ રૂપિયાનો ફાયદો થયો

IPL શરૂ થાય તે પહેલાં, ટાટા મોટર્સે જાહેરાત કરી હતી કે જો કોઈ બેટ્સમેન બોલ કાર પર મારે છે, તો તેઓ ગરીબ બાળકોને 5 લાખ રૂપિયાની ક્રિકેટ કીટનું વિતરણ કરશે. હવે અભિષેકની આ સિક્સ ટાટા મોટર્સની ખાસ પહેલનો ભાગ બની ગઈ છે. તેણે મેચમાં 17 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં 3 ફોર અને 3 સિક્સ ફટકારી.

અભિષેકે વર્તમાન સિઝનમાં 400 થી વધુ રન બનાવ્યા છે

SRHની ટીમ ભલે IPLના પ્લેઓફમાં ન પહોંચી શકી, પરંતુ અભિષેક શર્માએ ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે. તેણે ટીમ માટે 13 મેચમાં કુલ 445 રન બનાવ્યા, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.

SRH માટે અન્ય બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું. RCB સામે ટીમ તરફથી ઈશાન કિશને 48 બોલમાં 94 રનની ઈનિંગ રમી હતી. તેના સિવાય અનિકેત વર્માએ 9 બોલમાં 26 રન અને હેનરિક ક્લાસેને 13 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ હૈદરાબાદની ટીમ 231 રન બનાવી શકી. RCB તરફથી રોમારિયો શેફર્ડે સૌથી વધુ બે વિકેટ લીધી.

Related News

Icon