બ્રિજવોટર એસોસિએટ્સના(Bridgewater Associates) સ્થાપક અને પ્રખ્યાત રોકાણકાર રે ડાલિયોએ(Ray Dalio) અમેરિકાના અર્થતંત્ર અંગે સનસનાટીભરી ચેતવણી આપી છે. 2008 ના નાણાકીય સંકટની(Financial crisis) સચોટ આગાહી કરનાર ડાલિયો કહે છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની(US President Donald Trump) વેપાર નીતિઓને(Trade policy) કારણે, અમેરિકા માત્ર મંદીની( recession) આરે નથી પરંતુ તેનાથી પણ મોટા સંકટ તરફ આગળ વધી રહ્યું છે.

