
મ્યાનમારમાં એક પછી એક બે શક્તિશાળી ભૂકંપથી પાંચથી વધુ દેશોમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. જોકે, આ ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઈલેન્ડમાં સૌથી વધુ નુકસાન થયું છે. મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સેંકડો બહુમાળી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ભૂકંપના કરને ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. દરમિયાન, એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિજ્ઞા આનંદ નામના જ્યોતિષે 3 અઠવાડિયા પહેલા જ મોટા ભૂકંપની આગાહી કરી હતી.
આવી જ આગાહી એસ્ટ્રોલોજિસ્ટ કુલદીપ કારિયાએ પણ કરી હતી. તેમણે ભૂકંપની આગાહી 19 માર્ચે કરી દીધી હતી. જે GSTVની વેબસાઈટ પર પણ પ્રસારિત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 10 દિવસ પહેલા તેમણે આગાહી કરી હતી કે સૂર્ય ગ્રહણને કારણે વિશ્વમાં ક્યાંક ભૂકંપની ઘટના ઘટી શકે છે. જે આગાહી હવે સાચી પડી છે. એસ્ટ્રોલોજિસ્ટ કુલદીપ કારિયાની આ આગાહી વાંચવા માટે અહીં ક્લિક કરો...
એસ્ટ્રોલોજિસ્ટે જણાવ્યું હતું કે 29મી માર્ચે થનાર સૂર્ય ગ્રહણની શું અસર થશે. જેમાં તેમણે ભૂકંપની પણ આગાહી કરી હતી.