
વર્ષ-2025માં ક્રૂર અને તોફાની ગ્રહ મંગળની ઘણી તીવ્ર અસરો થશે આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત ના પ્રસિદ્ધ જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે
શરૂ થયેલ વર્ષ-2025 ( 2+0+2+5=9 )જેનો વર્ષ આંક 9 થાય છે અંકશાસ્ત્ર અનુસાર વર્ષ-2025 સેનાપતિ ગ્રહ મંગળનું છે કેમ કે 1 થી 9 અંકમાં 9નું આધિપત્ય મંગળ ધરાવે છે.એટલે આ સમગ્ર વર્ષ પર સૌથી વધારે અસર મંગળ ગ્રહની રહેશે
જેની અસર મુજબ ધરતીકંપ અને આગ અકસ્માતના બનાવો જાન્યુઆરી મહિનો શરૂ થયો ત્યાર થી થઈ ગયા છે જેમ કે અમેરિકામાં 10 જાન્યુઆરી જંગલોમાં આગ લાગી હતી જે આગથી 77 લાખ કરોડનું તોતિંગ નુકસાન અત્યાર સુધીની મોટામાં મોટી આગ લાગી હતી.
7 જાન્યુઆરી 2025ના રોજ 9.05 વાગે દક્ષિણપશ્ચિમ ચીનના તિબેટ સ્વાયત્ત પ્રદેશના શિગાત્સે પ્રીફેક્ચર-લેવલ શહેરમાં સ્થિત ટિંગ્રી કાઉન્ટીમાં Mw 7.1 માપતો ભૂકંપ આવ્યો. આ પ્રદેશમાં 126થી 400 લોકો માર્યા ગયા હતા અને 338 ઘાયલ થયા હતા.
આજે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેમાં સેંકડો બિલ્ડિંગ ધરાશાઈ થઈ ગઈ અને જાન- માલનું પણ નુકસાન થયું હતું.
હજુ આગળ પણ મંગળના તીવ્ર પ્રભાવને કારણે પૃથ્વીના પેટાળના લાવાને હચ મચાવેશે તેથી વર્ષ-2025માં દેશ કે દુનિયામાં નાના મોટા ધરતીકંપો, સુનામી જેવા દરિયાઈ તોફાનો ઉથલપાથલો આગ અકસ્માતો વગેરે બંને અને જાનમાલનું નુકસાન પણ થઈ શકે છે,લાગી શકે છે. દુનિયામાં ઘણી એવી બાબતો બને કે અચાનક આકસ્મિક આ શું થઈ ગયું તેવું લોકોને થાય કેમ કે મંગળ આક્રમકતાનો ગ્રહ છે જે કંઈ પણ ઘટના બનશે તે આકસ્મિક અને તોફાની બનશે ઘણીવાર તે લોહિયાળ પણ હોઈ શકે છે.
અંકશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં મંગળને લોહી અને યુદ્ધનો ગ્રહ કહેલો છે તેથી દુનિયામાં એકાએક મોટું યુદ્ધ પણ થઈ શકે તીવ્ર ચડાવ-ઉતાર તેમજ તોફાનોનો મંગળકારક ગ્રહ કહેલ છે જે અનુસાર વર્ષ-2025 સામાન્ય નહીં રહે
મંગળની તોફાની ઉથલપાથલો ધરતી પર થાય તેમ ધરતીની ઉપજ ચીજોમાં થાય તેની સીધી અસર બજારોના ભાવ તાલ પર પડે એકંદરે નીચેના મહત્વના તમામ ક્ષેત્રમાં યુદ્ધકારક ચડાવ ઉતાર ઘર્ષણ જેવી સ્થિતિ આપણને દેખાય ચાહે કોઈ બે દેશ વચ્ચેના તનાવની સ્થિતિ હોય તે વધુ આક્રમક અને લોહિયાળ બની શકે દુનિયાના બજારો અને ઇકોનોમીમાં બહુ મોટા ફેરફારો દેખાય મંગળની સીધી અસરથી ક્રૂડ ઓઇલમાં પણ મોટામાં મોટી તોફાની તેજી થાય
સોના ચાંદી
કોમોડિટી ના બજારો તેમજ ભારત સહિત અમેરિકા જર્મની બ્રિટન જાપાન,રશિયા, ઇઝરાઇલ જેવા આગેવાન શેરબજારોમાં ખૂબ જ મોટા ચઢાવ ઉતાર આવે તો નવાઈ નહિ જેની સીધી અસર સામાન્ય જન માનસ ને પણ નુકશાની પહોંચી શકે
જાણીતા જ્યોતિષી ચેતન પટેલ