
મેષ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સરળતા રહે. બપોર પછી પરદેશના કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે.
વૃષભ : આપના અગત્યના કામનો ઉકેલ આવે. મહત્વના નિર્ણય લઇ શકાય. બપોર પછી સામાજિક વ્યવહારિક કામકાજ રહે.
મિથુન : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખવું.
કર્ક : દિવસનો પ્રારંભ આપના માટે સારો રહે. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય આપને ઉચાટ-ઉદ્વેગ અનુભવાય.
સિંહ : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. દોડધામ શ્રમ જણાય. બપોર પછી આપના દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય.
કન્યા : આપના કામમાં સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. બપોર પછી કામકાજમાં વધારો જણાય.
તુલા : દિવસનો પ્રારંભ સુસ્તી બેચેની સાથે થાય. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ આપને રાહત થતી જાય. કામકાજ રહે.
વૃશ્ચિક : દિવસના પ્રારંભે કામકાજમાં સાનુકૂળતા રહે. અન્યનો સાથ મળી રહે. બપોર પછી કામકાજમાં પ્રતિકૂળતા અનુભવાય.
ધન : આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં આપના કાર્યભાર દોડધામ શ્રમમાં વધારો થાય. બપોર પછી કામ ઉકેલાતાં રાહત જણાય.
મકર : સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જતાં લાભ ફાયદો જણાય. બપોર પછી વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
કુંભ : જમીન મકાન વાહનના કામમાં આપને મુશ્કેલી જણાય. માતૃપક્ષે બીમારી ચિંતાનું આવરણ આવી જાય. બપોર પછી રાહત થાય.
મીન : પરદેશના કામમાં પ્રગતિ જણાય. સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. દિવસાન્તે ચિંતા રહે.