
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાયેલી જેઈઈ એડવાન્સ પરિક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં દેશભરમાંથી અંદાજે 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. ઘણા વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા રેન્ક હાંસલ કર્યાં છે. જેમાં ત્યારે સુરત શહેરમાં પ્રથમ ક્રમે રહેલા વિદ્યાર્થીઓએ પોતાની સફળતા અંગેની ટીપ્સ શેર કરી હતી. આગમ શાહે સુરતમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાની સાથે સાથે દેશમાં 17મો રેન્ક મેળવ્યો છે.
NCERT પર ફોક્સ કર્યુ
એનસીઆરટી પર ફોક્સ કરતાં ઘણા વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા છે. જેમાં કલ્પ શાહ, આગમ શાહ સહિતના ઘણા વિદ્યાર્થીઓએ ગણિતમાં 100માંથી 100 માર્ક મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, અમે રોજ રોજની મહેનત કરતાં હતાં. રોજના કલાકોથી સુધી મહેનત થઈ જતી હતી. સંપૂર્ણ ફોક્સ રાખ્યું હોવાથી આ સફળતા મળી છે. મેઈનની સફળતાને માથા પર હાવી ન થવા દીધી અને સતત એકધારા ડાઉટ સોલ્વ કરવાની સાથે સાથે મોડ્યુઅલ પર કામ કરવાથી આ સફળતા પ્રાપ્ત થઈ છે.
શિક્ષકો ડાઉટ સોલ્વ કરાવતા
સુરત શહેરમાં પ્રથમ ક્રમે આવેલા આગમ શાહે કહ્યું કે, મને ફિજિક્સના વિષયોમાં થોડો પ્રોબ્લેમ લાગી રહ્યો હતો. જો કે, યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ અને ડાઉટ સોલ્વ શિક્ષકો પાસે કરાવતાં મને ખૂબ આસાનીથી આ પરિણામ મેળવવામાં મદદ મળી છે. આગામી સમયમાં હું એડવાન્સ ક્લિયર કરીને મુંબઈ આઈઆઈટીથી કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવા ઈચ્છું છું. મૂળ ભાવનગરના અને શહેરમાં બીજો ક્રમ મેળવનારા આગમ શાહે કહ્યું કે, મારા પિતા એન્જિનિયરિગ કરેલા છે. તેઓ હાલ બિઝનેસમેન છે. જ્યારે માતા ગોલ્ડ મેડાલિસ્ટ છે અને હાઉસવાઈફ છે. જ્યારે મોટાભાઈ આઈઆઈટીયન રહી ચૂક્યા છે. જેમણે કરેલા અભ્યાસનો પણ લાભ મળી રહ્યો છે. હું પહેલા દિવસથી મહેનત કરતો હતો. નારાયણ ઈન્સ્ટિટ્યુટના શિક્ષકો અને મેથડના કારણે મને સફળતા મળી છે. આગામી સમયમાં મારી ઈચ્છા આઈઆઈટી મુંબઈમાંથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવાની ઈચ્છા છે. હું જ્યારે કંટાળી જતો ત્યારે ગીટાર વગાડીને મૂડને ફ્રેશ કરતો હતો. મને માતા પિતા અને શિક્ષકોનો મોરલી સપોર્ટ પૂરતો મળી રહ્યો છે.
શિક્ષકોએ પરિણામને વધાવ્યું
એલનના નેહચલસિંહ હંસપાલે કહ્યું કે, આ વખતે પેપર થોડા અઘરા નીકળ્યા હતાં. જેથી કટ ઓફ નીચું ગયું છે. ઘણા વિદ્યાર્થીઓને ગત વર્ષ કરતાં સ્કોર થોડો ઓછો આવ્યો છે. પરંતુ તે ચિંતાનો વિષય નથી. ઓપરેશન સિંદૂરથી પ્રેરિત થઈને સેલિબ્રેશન કરનારા નારાયણના તુષાર પારેખે કહ્યું કે, અમારા સુરત સેન્ટરનું આ પ્રથમ વર્ષ હતું. પરંતુ અમારા વિદ્યાર્થીઓનો પરિશ્રમ, શિક્ષકોનું માર્ગદર્શન અને વાલીઓની નિષ્ઠાના કારણે આ પરિણામ પ્રાપ્ત થયું છે.
જનરલ કેટેગરીમાં 167મો રેન્ક
JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામમાં પી.પી.સવાણી શાળાના માશ્રીત પટોળીયાએ જનરલ કેટેગરીમાં 167 મો રેન્ક પ્રાપ્ત કરી સમગ્ર ભારતમાં સુરતનું નામ રોશન કર્યું હતું. જોગાણી તીર્થે એ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને 308 મો રેન્ક મેળવ્યો હતો. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને પણ ઉચ્ચ કારકિર્દીનો રસ્તો બનાવી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ જોગાણી તીર્થ અશ્વિનભાઈએ પૂરું પાડી સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. પી.પી.સવાણીના ટોટલ 7 વિદ્યાર્થીઓએ 500 અંદર અને 10 વિદ્યાર્થીઓએ 1000 અંદર રેન્ક મેળવ્યો હતો. આ ઉપરાંત ટોટલ 76 વિદ્યાર્થીઓ JEE એડવાન્સમાં ક્વોલીફાઈડ થયા હતા.
ગુરુકુળના વિદ્યાર્થી ચમકયાં
સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય વેડ રોડ સુરત, ના સાયન્સ વિભાગના વિદ્યાર્થી વિઠાણી કીર્તન રાજેશભાઈએ JEE ADVANCE (IIT) માં *AIR 384 મો ક્રમ, વરિયા જશે AIR 3698 અને શ્રીવાસ્તવ આયુષરાજે AIR 5852 ક્રમ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. પ્રભુ સ્વામીએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે તમારા દૃઢ સંકલ્પ, અનુશાસન અને સખત મહેનતનું આ પરિણામ છે. તમારા માટે આજનો દિવસ માતા-પિતા, શિક્ષકોની ભૂમિકાને સ્વીકારવાનો દિવસ છે. ભવિષ્યમાં તમે નિર્વ્યસની અને સદાચારી જીવન જીવી વિશેષ ગૌરવવંતા બનીને ગુરુકુલ, તમારા માત પિતા અને રાષ્ટ્રનું ગૌરવ વધારતા રહો એવી અમારી લાગણી અને માગણી પણ છે..