ગુજરાત સરકાર દ્વારા એકબાજુ પૂરજોશમાં સરકારી જમીનો પર રહેલા ગરીબોના ઝુંપડા તોડવાની બુલડોઝર યોજના ચાલી રહી છે અને બીજી બાજુ રાજ્ય સરકારના કમાઉ દીકરા મહેસૂલ વિભાગે હવે ભાડાપટ્ટાની જમીનને કાયમી કરશે. આ ઠરાવ મુજબ સીટી સર્વે વિસ્તારના લાંબા અને ટુંકાગાળા માટે ભાડાપટ્ટે આપેલ જમીન માટે હાલના કાયદેસરના ધારક પાસેથી નીચે મુજબ રાહત કિંમત વસુલ લઈ જમીનનો કાયમી નિકાલ કરવાનો રહેશે.

