
ગુજરાતના ગોંડલના રીબડા ગામના અમિત ખૂંટે આત્મહત્યા કરી હતી. યુવાન સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે અમિત ખૂંટની સ્યુસાઈડ નોટ સામે આવી છે. જેમાં અમિત ખૂંટે સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદિપસિંહ રીબડાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
હું અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને એક યુવતીના દબાણથી કરું છું આત્મહત્યા
સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ તેમજ ફરિયાદ કરનાર સગીરા બદનામ કરવાથી તેમના ત્રાસથી આત્મહત્યા કરતું હોવાનો ઉલ્લેખ કર્યો છે. સ્યુસાઈડ નોટમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે હું અનુભા, રાજદીપ અને એક યુવતીના ત્રાસથી અને દબાણથી આત્મહત્યા કરુ છું.
પોલીસને મળી બે થેલીઓ
યુવાને લીમડાના ઝાડ પર દોરડું બાંધી ગળાફાંસો ખાધો હતો. પોલીસને લીમડાના ઝાડ પર પ્લાસ્ટિકની બે થેલીઓ લટકતી મળી આવી હતી. આ થેલીઓમાં તપાસ કરતા તેમાંથી એક સાલ, વેફર, બિસ્કીટ મળી આવી હતી.
યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરીયા, અશોક પીપળીયા,જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતના અનેક લોકો સાથે ઉમટી પડ્યા હતા.