આરજે મહવશ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના તેના અફેરના સમાચારોને કારણે હેડલાઇન્સમાં રહે છે. હવે મહવશે બ્રેકઅપ (Breakup) વિશે એક રીલ શેર કરી છે જેને સોશિયલ મીડિયા યુઝર્સ યુઝવેન્દ્ર ચહલ અને તેની ભૂતપૂર્વ પત્ની ધનશ્રીના છૂટાછેડા સાથે જોડી રહ્યા છે. આ રીલમાં મહવશ બ્રેકઅપને (Breakup) આટલું કડવું બનાવવાનો ઇનકાર કરતી જોવા મળે છે. તેણે રીલમાં કહ્યું હતું કે બ્રેકઅપ (Breakup) પછી વ્યક્તિએ માફ કરીને આગળ વધવું જોઈએ. આ માફી સામેની વ્યક્તિને બે ભાગમાં તોડી નાખશે.

