ગુજરાતથી મુંબઈ જવા માટે હવે કલાકો વધી જશે. સુરતના કામરેજ પાસે નેશનલ હાઈવે-48 પરનો ખોલવડ બ્રિજ છેવટે રીપેરીંગ માટે એક મહિનો બંધ કરવાનું જાહેરનામું કલેક્ટરે બહાર પાડી દીધું છે. જેને પગલે કીમથી પલસાણાના એના ગામ વચ્ચેનો 46 કિ.મીનો એક્સપ્રેસ-વે ગુરૂવાર (10મી જુલાઈ)થી ખૂલ્લો મુકવાનો નિર્ણય લેવાયો હતો. હવે ભરૂચથી નેશનલ હાઈવેના રસ્તાથી મુંબઈ તરફ જનારાઓએ કીમથી એના સુધી એક્સપ્રેસ વેના રસ્તે જવું પડશે. જ્યારે સુરત શહેર માટે કીમ અને એના ગામ એમ બે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ રહેશે.

