ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે (7 જુલાઇ) રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા હાઈવે, ગ્રામીણ અને શહેરી માર્ગો તેમજ પુલોની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરી હતી. તેમણે યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરીને માર્ગોને પુનઃ પૂર્વવત કરવા અને કામોમાં ગુણવત્તા જળવાય તેની ખાતરી કરવા અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી.

