ભારતીય ટીમ આવતા મહિને 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. આ પ્રવાસ પહેલા કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli) અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલી (Virat Kohli) એ પણ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે આ અંગે BCCIને પણ જાણ કરી દીધી છે. જોકે, BCCIના અધિકારીઓએ તેને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે.

