Cricket NEWS: ક્રિકેટ રસિકોનો પ્રેમ અને ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને ધ્યાનમાં લેતાં મુંબઈ ક્રિકેટ એસોસિએશને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન Rohit sharma ના નામે સ્ટેન્ડ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતના પૂર્વ મહાન ક્રિકેટર્સના નામ પર સ્ટેન્ડ છે. જેમાં સચિન તેંદુલકર, સુનીલ ગાવસ્કર બાદ હવે રોહિત શર્માનું નામ જોડવા ભલામણ કરવામાં આવી છે. આ નિર્ણય ગઈકાલે મંગળવારે યોજાયેલી એસોસિએશનની એજીએમ બેઠકમાં લેવામાં આવ્યો હતો.

