હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે. શિવપુરાણ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુમાંથી માનવામાં આવે છે. ઉપરાંત તેઓ પ્રાચીન સમયથી ઘરેણાં તરીકે પહેરવામાં આવે છે. શાસ્ત્રોમાં 19 મુખી રુદ્રાક્ષનું વર્ણન છે. અહી અમે અષ્ટમુખી રુદ્રાક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે રાહુ-કેતુ અને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિ આ ત્રણ ગ્રહોના દોષમાંથી મુક્તિ મેળવે છે. આવો જાણીએ આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા અને તેને પહેરવાની સાચી રીત.

