Home / Business : These rules will change across the country from 1ST May

દેશભરમાં 1 મેથી બદલાઈ જશે આ નિયમો, સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે અસર

દેશભરમાં 1 મેથી બદલાઈ જશે આ નિયમો, સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે અસર

આજે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ છે અને કાલથી મે મહિનો શરુ થઈ રહ્યો છે. દર મહિનાની જેમ મે મહિનામાં પણ કેટલાક મોટા ફેરફારો થવાના છે. જેની અસર દરેક લોકોના ખિસ્સા પર થવાની છે. 1 મે 2025થી લાગુ થનારા ફેરફારોમાં LPG ગેસ સિલિન્ડરના ભાવથી લઈને ATMમાંથી પૈસા ઉપાડવા સુધીના નિયમોનો સમાવેશ થાય છે. આવો આ 5 મોટા ફેરફારો વિશે વિગતવાર જાણીએ...

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

1. LPG ગેસના ભાવમાં ફેરફાર 

દર મહિનાની જેમ મે મહિનાના પહેલા દિવસે ઓઇલ માર્કેટ કંપનીઓ LPG ગેસના ભાવમાં સુધારો કરવાના છે. LPG સિલિન્ડરના નવા દર 1 મેના રોજ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, ગયા મહિનાની શરુઆતમાં 19 કિલોગ્રામ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, જોકે ત્યાર બાદ પહેલા જ અઠવાડિયામાં સરકારે LPGના ભાવ પર સામાન્ય લોકોને મોટો ઝટકો આપ્યો હતો અને 14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે જોવાનું એ રહે આ પહેલી તારીખે LPGના ભાવમાં શું ફેરફાર થાય છે. 

2. ATF-CNG-PNG ભાવ

LPG Gas Cylinderના ભાવમાં ફેરફારની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે હવાઈ ઇંધણ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં પણ ફેરફાર કરે છે. ATFના ભાવમાં કોઈપણ વધારો કે ઘટાડો થવાથી તેની અસર હવાઈ મુસાફરો પર થાય છે. આ સાથે 1 મેના રોજ CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. 

3. ATMમાંથી રોકડ ઉપાડ

બૅંક ATMમાંથી રોકડ ઉપાડવા પર 1 મે 2025થી મોંઘું થવાનું છે. હાલમાં જ રિઝર્વ બૅંકે(RBI) નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા(NPCI)ના પ્રસ્તાવ પર ફી વધારવાની મંજૂરી આપી હતી. એટલે દર મહિનાની પહેલી તારીખથી જો ગ્રાહકો તેમના હોમ બૅંકના એટીએમને બદલે અન્ય નેટવર્ક બૅંકના એટીએમમાંથી પૈસા ઉપાડે છે, તો તેમને દરેક વ્યવહાર માટે 17 રૂપિયાને બદલે 19 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત, જો તમે કોઈપણ અન્ય બૅંકના ATMમાંથી તમારું બેલેન્સ ચેક કરો છો, તો 6 રૂપિયાને બદલે 7 રૂપિયાનો ચાર્જ ચૂકવવાનો રહેશે. આ સાથે કેટલીક મોટી બૅંકોએ પણ તેમની વેબસાઇટ પર ફ્રી લિમિટ પછી ટ્રાન્ઝેક્શન કરવા પર લાગતાં ચાર્જ વિશે માહિતી આપવાનું શરુ કર્યું છે. HDFC બૅંકની વેબસાઇટ પ્રમાણે ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદાથી વધુ વ્યવહારો માટે 1 મે, 2025 થી 21 રૂપિયા + ટેક્સની ATM ટ્રાન્ઝેક્શન ફી વધારીને 23 રૂપિયા + ટેક્સ કરવામાં આવશે. તો PNB અને IndusInd બૅંકના ATMમાંથી રોકડ ઉપાડ પર 23 રૂપિયાનો ચાર્જ લાગશે.

4.  રેલ્વે ટિકિટ બુકિંગના નિયમો

1 મે, 2025થી રેલ્વે ટિકિટ બુકિંગ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે વેઇટિંગ ટિકિટ ફક્ત સામાન્ય કોચમાં જ માન્ય રહેશે. મતલબ કે તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા નથી. ઍડ્વાન્સ રિઝર્વેશનનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે.

5. RRB યોજના લાગુ કરાશે

મે મહિનાના પહેલા દિવસે બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હકીકતમાં 1 મે, 2025થી 'એક રાજ્ય-એક આરઆરબી' યોજના દેશના 11 રાજ્યોમાં લાગુ થવા જઈ રહી છે. જે હેઠળ દરેક રાજ્યમાં તમામ પ્રાદેશિક ગ્રામીણ બૅંકોને જોડીને એક મોટી બૅંક બનાવવામાં આવશે. જેના કારણે બૅંકિંગ સેવાઓ વધુ સારી બનશે અને ગ્રાહકોને પહેલા કરતાં વધુ સુવિધાઓનો લાભ મળી શકશે. આ ફેરફાર ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં લાગુ થઈ શકે છે. 

Related News

Icon