
Sabarkantha News: સાબરકાંઠામાં રૂપિયાનો વરસાદ થવાના મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ભુવા સામે ખેડબ્રહ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વડાલીના રાજેન્દ્ર સગરે ભુવા સામે ફરિયાદ નોંધાવી છે. જાદુટોણા તેમજ રૂપિયાના વરસાદ મામલે અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ થઈ છે.
રાજેન્દ્રની માતા બીમાર હતી દવાઓ અસર ન થતા તેમને અલ્પેશ ઠાકોર નામના ભુવો તેમને મટાડી આપશે તેમ કહી તેમને ત્યાં 10,00,000 રૂપિયા વિધિ માટે લીધા હતા. ઉજ્જૈન વિધિ કરવી પડશે તેમ કહી બીજા પાંચ લાખ રૂપિયા તેમને પડાવી લીધા હતા. ભુવાએ પોતે પૈસાનો વરસાદ કરે છે તેમ વિશ્વાસમાં લઈ ચમત્કાર બતાવી 27 લાખ રૂપિયા ટુકડે ટુકડે પડાવ્યા હતા.
અલ્પેશ ઠાકોરે રૂપિયાનો વરસાદ થતા હોવાનું કહી વિશ્વાસમાં લઈ 27 લાખની છેતરપિંડી કરી હતી. તાંત્રિક અલ્પેશ ઠાકોરનો ભોગ બનેલા વધુ એક ફરિયાદી સામે આવ્યા છે. જાદર પોલીસ સ્ટેશન બાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં તાંત્રિક વિધિ જાદુ ટોણા સહિતની ફરિયાદ નોંધાઈ છે.