પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 26મે ના રોજ દાહોદથી નવી વંદે ભારત એક્સપ્રેસ અને વલસાડ - દાહોદ એક્સપ્રેસ ટ્રેન સેવાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરી લીલી ઝંડી આપશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલ માહિતી અનુસાર, ટ્રેન નં. 26901 સાબરમતી - વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 27 મે થી શરૂ થશે. આ ટ્રેન સાબરમતીથી 05:25 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 12:25 વાગ્યે વેરાવળ પહોંચશે અને ગુરુવાર સિવાય બધા દિવસે ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 26902 વેરાવળ - સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 27 મે થી શરૂ થશે.

