આ વર્ષે કેરીની સીઝન બેથી અઢી સપ્તાહ મોડી શરૂ થઈ હતી, જે હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. સોરઠની કેરીની અન્ય રાજ્ય જ નહીં પરંતુ વિદેશમાં પણ માંગ રહી છે, તેથી દેશના સીમાડાઓ ઓળંગી વિદેશમાં પણ કેરીની નિકાસ કરવામાં આવે છે. વિદેશીઓ પણ મન મુકીને કેરીનો સ્વાદ માણે છે. આ વર્ષે અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં કુલ 115 ટન યુકે, કેનેડા અને ગલ્ફ દેશોમાં 110 મળી કુલ 225 મેટ્રીક ટન એટલેકે કુલ અંદાજે 2.25 લાખ કિલો કેરી એક્સપોર્ટ કરવામાં આવી હતી. ગત વર્ષે સોરઠમાં થી 268 મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી હતી. આમ ગત વર્ષની સરખામણીએ 41 મેટ્રીક ટન કેરી ઓછી મોકલવામાં આવી છે.

