
સાબરકાંઠાના વડાલીમાં પરિવારની સામુહિક આપઘાત (mass suicide)ની ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. ગત રોજ દંપતી સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટગટાવીને આતમહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દંપતી અને બે બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. જ્યારે આ પરિવારની પુત્રી હજુ સારવાર હેઠળ છે.
સારવાર દરમિયાન દંપતી અને બે બાળકોના મોત નિપજ્યા
સમગ્ર પરિવાર વડાલી બાદ ઈડરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તેમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિવારના મોભીનું મોત નિપજ્યું હતું જ્યારે ગત રોજ મહિલાનું અને આજે બે બાળકોના મોત નિપજ્યું હતું.
વ્યાજખોરોના ત્રાસથી પરિવારે કર્યો આપઘાત
સાબરકાંઠાના વડાલીમાં સામૂહિક આપઘાત બાબતે સમાજ આક્રમક મૂળમાં જોવા મળ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વ્યાજખોરોના ત્રાસથી પરિવારે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઈને પરિવારને ન્યાય અપાવવા સગર સમાજ મેદાને પડ્યો છે. સમાજના યુવાનો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યારે જવાબદાર આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવા સમાજે માગ કરી છે. ત્યારે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું.