
- જયવિકા આશર
ઘણા લોકોની ત્વચા ધીરે ધીરે કાળી પડતી હોય છે. જેનો દોષ તેઓ તડકાને દેતા હોય છે. પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે તડકામાં બહાર નહીં નીકળનારાઓની ત્વચા પણ કાળી પડતી જતી હોય છે. આમ થવાનું કારણ રોજિંદા જીવનની ગેરસમજ અને આદતો સ્કિનને ડાર્ક બનાવી શકે છે.
કાળઝાળ તડકાના કારણે ત્વચાથી જોડાયેલી સમસ્યાઓ વધી જતી હોય છે. તેમજ કાળી પડતી હોય છે. સનટૈન, પરસેવો, તૈલીય ત્વચા મુખ્ય સમસ્યાઓ છે. મોટા ભાગે ત્વચા કાળી પડવાનું કારણ લોકો તડકો અને ગરમીને આપતા હોય છે. પરંતુ દૈનિક જીવનની આદતો પણ ત્વચાને કાળી, નિસ્તેજ બનાવવામાં મુખ્ય ભાગ ભજવે છે.
સનસ્ક્રીન લગાડયા વગર બહાર નીકળવું
સનસ્ક્રીન લગાડયા વગર બહાર નીકળવું એ મોટામાં મોટી ભૂલ છે. સૂર્યના યુવી કિરણો ત્વચાને ટેન કરવાની સાથેસાથે તેની કુદરતી ચમકને હાનિ પહોચાડીને ઓછી કરી નાખે છે. મોટા ભાગના લોકોમાં ગેરસમજ છ ેકે, સનસ્ક્રીન ફક્ત ઉનાળામાં જ લગાડવું જોઇએ. પરંતુ એમ નથી, દરેક ઋુતમાં ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાડવું જરૂરી છે. એસપીએફ ૩૦ અથવા તો તેનાથી વધુ પ્રમાણનું સનસ્ક્રીનનો ઉપયોગ કરવો.
વાંરવાર ચહેરો ધોવો
વારંવાર ચહેરો ધોવાથી અથવા તો ચહેરાની ત્વચાને રગડવાથી ત્વચા પરની કુદરતી નમી અને તેલ દૂર થઇ જાય છે. પરિણામે સ્કિન ડ્રાય અને કાળી દેખાવા લાગે છે. આ ઉપરાંત ગંદા હાથોથી વારંવાર ચહેરો લુછવાથી અથવા તો ચહેરાને સ્પર્શ કરવાથી ત્વચાને ઇન્ફેકશન તેમજ ડાઘ-ધાબા લાગે છે.
ચહેરા પરથી મેકઅપ દૂર કર્યા વગર સૂઇ જવું
ચહેરા પરનો મેકઅપ દૂર કર્યા વગર સુઇ જવાથી ત્વચાને હાનિ પહોંચે છે. મેકઅપ ચહેરા પરના રોમછિદ્રોને બંધ કરી દે છે જેથી ખીલ, ડાઘ-ધાબાતેમજ ત્વચા નિસ્તેજ થઇ જાય છે. રાતના સૂતા પહેલા સ્કિનને સ્વચ્છ અને મોઇશ્ચરાઇઝ કરવી જરૂરી છે.
અનિંદ્રા અને તાણ
અપૂરતી નિંદ્રાથી ત્વચાના સેલ્સને રિપેર થવાનો સમય મળતો નથી. તેથી આંખની નીચે કાળા કુંડાળા, ચહેરો નિસ્તેજ સ્કિન ટોનનું અનઇવન થઇ જાય છે. તાણની અસર સીધી ત્વચા પર પડવાથી ડાઘ-ધાબા થાય છે.
અનહેલ્ધી ડાયટ અને પાણી ઓછું પીવું
આહારની અસર ત્વચા પર દેખાઇ આવે છે. તળેલા, મસાલેદાર અન ેજંક ફૂડ ખાનારની સ્કિન પર પિગ્મેન્ટેશન તેમજ ત્વચા ડિહાઇડ્રેટ અને નિસ્તેજ કરે છે.
ત્વચાના પ્રકાર અનુસાર પ્રોડક્ટસની પસંદગી
સ્કિન ચાર પ્રકારની હોય છે, જેમકે ડ્રાય, ઓઇલી, સેન્સેટિવ અને સામાન્ય. જો ત્વચાના પ્રકાર અનુસાર પ્રોડક્ટનો વપરાશ ન કરવામાંઆવે તો સ્કિન પર એલર્જી, રેશિશ,ડાર્કનેસ થઇ શકે છે. તેથી જ કોઇ પણ ક્રીમ કે ફેસવોશની પસંદગી કરતી વખતે ત્વચાના પ્રકાર અનુસાર કરવી.