Home / Business : Rs. 1,00,000 fine imposed for negligence of the department

Business: ખાતાની બેદરકારી માટે રૂ. 1,00,000નો દંડ ફટકારાયો

Business: ખાતાની બેદરકારી માટે રૂ. 1,00,000નો દંડ ફટકારાયો

  - વેચાણવેરો 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 GST કાયદા હેઠળ ખાતા દ્વારા વેરાશાખાનો દાવો મંજૂર કરતા ખૂબ ગંભીરતાપૂર્વક કરવામાં ચકાસવામાં આવતો હોય   છે. આ દાવો માન્ય રાખતા પહેલા ખાતા દ્વારા વેપારીના દસ્તાવેજ, તેનું નિવેદન અને કેસની હકીકત ધ્યાનમાં લેવાની   રહે.

 ઘણી વખત અધિકારીઓને શુરાતન ચઢે છે અને કોઈ પણ રજૂઆત ધ્યાને લીધા વગર બેફામ આદેશ પસાર કરતા હોય છે અને લાચાર વેપારી અપીલની કાર્યવાહીમાં લડત આપતો હાંફી જાય છે. આવો બનાવ એક વેપારી સાથે બન્યો અને તેઓ ગુજરાત હાઈકોર્ટના શરણે ગયા રાહત મેળવવા માટે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેસના ગુણદોષ જોતા ખૂબ જ ઉમદા ચૂકાદો આપ્યો છે અને ખાતાને રૂા. ૧,૦૦,૦૦૦ ની ટોકન પેનલ્ટી જમા કરાવવાનો આદેશ કર્યો. આ ઉષ્માભર્યો ચૂકાદો માન. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લી. વિ. યૂનિયન ઓફ ઇન્ડિયા [R/s CA No. 10441 of 2024] માં આપવામાં આવેલ છે. જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત      

અરજદારનો ધંધો વિસકોઝ ફિલામેન્ટ યાર્ન અને સંલગ્ન કેમિકલના ઉત્પાદનનો છે માલના ઉત્પાદન બાદ તેઓ ભારત દેશમાં સ્થિત અન્ય રાજ્યોમાં શાખા તબદીલથી મોકલતા. અરજદારની ફેક્ટરી મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત છે અને ગુજરાત રાજ્યમાં સુરત શહેરમાં તેઓ ગોડાઉન ધરાવે છે. સુરત ખાતે અરજદાર પાસે તારીખ ૧૪/૯/૨૦૧૮ થી GST  નંબર હતો અને ત્યારબાદ તેઓ સુરત ખાતે બીજો નવો GST નંબર લેવામાં આવેલો. ફેક્ટરીથી માલ શાખા તબદીલ મોકલતી વખતે બીલમાં અરજદારનો નવો GST નંબર નાખવામાં આવ્યો હતો.

અને તે જ નોંધણી નંબરમાં આ માલ જમા લેવામાં આવ્યો હતો અને વેરાશાખા લઈને GST3B પત્રક નાણાકીય વર્ષમાં ભરવામાં આવ્યા હતા. 

પરંતુ જ્યારે મહારાષ્ટ્ર સ્થિત ફેક્ટરી દ્વારા GSTR1 પત્રક ભરવામાં આવ્યું તે સમયે જૂનો GST નોંધણી નંબર લખીને દાખલ કર્યું. આ ભુલ જણાતા GSTR1 પત્રકમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માં સુધારા કરવામાં આવ્યા. CGST ખાતા દ્વારા વેરાશાખના દાવામાં વિસંગતતા જણાતા કલમ ૭૩ હેઠળ નોટીસ આપી અને અરજદારનો જવાબ ધ્યાને લીધા વગર આદેશ કર્યો. અરજદાર દ્વારા રેક્ટીફીકેશન કરવામાં આવી જે પણ ફગાવી નાખી અને નારાજ થઈને હાઈકોર્ટમાં રીટ કરી.

અરજદારની દલીલ

અરજદાર દ્વારા તેમ દલીલ કરવામાં આવી કે પ્રસ્તુત કેસમાં રેક્ટીફીકેશન તથા દસ્તાવેજ ધ્યાને લીધા નથી અને માલ પ્રાપ્ત થયો છે અને બીલમાં સાચો GST નંબર છે તે નિર્વિવાદ છે. આમ રૂા. ૨૦ કરોડ ની વેરાશાખ નામંજૂર કરતો આદેશ પાયાવિહોણો છે.

સરકારની દલીલ

સરકાર દ્વારા પરિપત્ર ૧૮૩/૧૫/૨૦૨૨-GST ઉપર આધાર રાખી આદેશ યોગ્ય જણાવ્યો.

ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખાસ નોંધવામાં આવ્યું કે સરકાર દ્વારા પરિપત્ર પ્રમાણે કોઈ વેરાશાખની ચકાસણી કરી જ નથી અને તેમ વેરો ભરવાનો બાકી હોય તેવું પણ નથી. પ્રસ્તુત કેસ ખાતાની બેદરકારીનો ઉત્તમ કેસ છે અને કોઈ દસ્તાવેજ ધ્યાને લીધા નથી. આમ, આદેશ ફગાવી નાખ્યો અને ખાતાને રૂા. ૧,૦૦,૦૦૦ દંડ જમા કરતો આદેશ કોર્ટે પસાર કર્યો.

- સોહમ મશરુવાળા   

Related News

Icon