
Gandhinagar news: GPSCએ પહેલીવાર ડ્રગ ઈન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ્દ કર્યા છે. કારણ કે, સરદાર ધામના કોચિંગમા મોક ઈન્ટરવ્યૂમાં રિટાયર્ડ ફ્રુડ એન્ડ ડ્રગ કમિશનર ડી. એમ. પટેલ હાજર હતા અને તેમણે GPSCમા પણ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેતા અધ્યક્ષ હસમુખ પટેલે આ નિર્ણય કર્યો છે. હવે ઈન્ટરવ્યૂની તારીખો સોશિયલ મીડિયા પર બાદમાં જાહેર કરવામાં આવશે.
https://twitter.com/Hasmukhpatelips/status/1923736343521186190
મળતી વિગતો અનુસાર, છેલ્લા બે દિવસથી જીપીએસસી દ્વારા ડ્રગ ઈન્સ્પેકટરોના ઈન્ટરવ્યૂ ચાલી રહ્યા છે. આ દરમિયાન સરદાર ધામના કોચિંગમાં મોક ઈન્ટરવ્યૂ થયાની જાણ થતા જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલને થતા તેમને તાબડતોબ ઈન્ટરવ્યૂ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. સરદાર ધામના કોચિંગમાં માજી નાયબ કમિશનર ડીએમ પટેલ દ્વારા ઈન્ટરવ્યૂ લેવાયા હતા. અને આ ડીએમ પટેલ પાછા જીપીએસસીના પેનલમાં હતા. જેના લીધે ઈન્ટરવ્યૂ રદ્દ કરવામાં આવ્યા છે.
આ ડી.એમ.પટેલ પોતે બહાર- ખાનગી કોચિંગમા પ્રવૃત હોવા છતાંય GPSCમા પેનલ ઉપર હતા, GPSCના અધ્યક્ષ હસમુખ પટેલે તત્કાળ અસરથી તેમને નોટિસ આપવાનો પણ આદેશ કર્યો છે.