
સાંતલપુર તાલુકામાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની. ફુલપુરા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોમી એકતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. જારૂસા જૂથ ગ્રામ પંચાયતમાંથી વિભાજન પામેલા ફુલપુરા ગામમાં પ્રથમ વખત યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામજનોએ એકતા દર્શાવી.
જણાવી દઈએ કે ફુલપુરા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હિન્દુ મતદારોની સંખ્યા વધુ હોવા છતાં, ગામના લોકોએ સર્વસંમતિથી મુસ્લિમ મહિલા ઉમેદવાર મલેક શરીફાબેનને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા. આ નિર્ણય ગામની એકતા અને અખંડિતતા જાળવવા તેમજ ચૂંટણી પાછળ થતા ખર્ચ અને વિવાદો ટાળવા માટે લેવાયો હતો.