હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગત એક અઠવાડિયાથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેથી છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. બુધવારે સાબરકાંઠા, ડાંગ, વલસાડ, દાહોદ અને બોટાદ સહિતના 5 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. આજે પણ ગુજરાતમાં છૂટાછવાયા હળવા વરસાદનું યલો ઍલર્ટ જારી કરાયું છે. બીજી તરફ હાલ ખેડૂતો ટનબંધ કૃષિ જણસ વેચવા માટે યાર્ડમાં લાવતા હોય અને માવઠાંના માહોલના પગલે આ કૃષિપેદાશો ઢાંકીને લાવવા,રાખવા સૂચના જાહેર કરાઈ છે.

