
અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં એક બાળક કૂવામાં પડી જતાં માસુમ બાળકનું કરુણ મોત નિપજ્યું છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાંથી આ ઘટના સામે આવી રહી છે જેમાં બાળક અજાણતાં જ કૂવામાં પડી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમને બોલાવવામાં આવી હતી અને તેમણે બાળકને બહાર કાઢ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં લુવારા ગામે ખેડૂતના ખેતરના કુવામાં બે વર્ષનું બાળક ડૂબ્યું હતું. છગનભાઇ છીછરાની વાડીના કૂવામાં આ ઘટના બની હતી. કૂવામાં બાળક પડ્યું હોવાની ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકના મૃતદેહને શોધી બહાર લાવવામાં આવ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.