
અભિષેક શર્મા (Abhishek Sharma) ભારતમાં નંબર વન બન્યો છે. તેણે IPLમાં સૌથી વધુ સ્કોર કરીને આ સિદ્ધિ મેળવી છે. અને ઓવરઓલ ખેલાડીઓમાં તેનું સ્થાન ત્રીજા ક્રમે છે. આ બાબતમાં અભિષેક શર્માથી આગળ રહેલા બે ખેલાડીઓ બંને વિદેશી છે. મતલબ કે ડાબોડી સનરાઇઝર્સ ઓપનર વિશ્વભરના બેટ્સમેનોમાં ત્રીજા ક્રમે છે. અભિષેક શર્માએ (Abhishek Sharma) પંજાબ કિંગ્સ સામે 141 રનની ઇનિંગ રમીને ભારતીય બેટ્સમેનોમાં નંબર 1નું સ્થાન હાંસલ કર્યું છે.
કેએલ રાહુલને પાછળ છોડીને અભિષેક નંબર 1 બન્યો
અભિષેક શર્માએ (Abhishek Sharma) 55 બોલનો સામનો કરીને 141 રન બનાવ્યા છે. 256.36ના સ્ટ્રાઇક રેટથી રમતા અભિષેક શર્માએ (Abhishek Sharma) તેની ઇનિંગ્સમાં 10 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા છે. આ IPLમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવેલ સૌથી વધુ સ્કોર છે. આ પહેલા આ રેકોર્ડ કેએલ રાહુલના નામે હતો, જેમણે આઈપીએલ 2020માં આરસીબી સામે 132 રન બનાવ્યા હતા.
IPLમાં ત્રીજો સૌથી વધુ સ્કોર બનાવ્યો
અભિષેક શર્મા (Abhishek Sharma) દ્વારા બનાવેલા 141 રન આઈપીએલમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો સ્કોર છે. તેમના પહેલા બે સૌથી મોટા સ્કોર બે વિદેશી બેટ્સમેનોના નામે છે. આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર ક્રિસ ગેલના નામે છે, જે તેણે આઈપીએલ 2013માં બેંગ્લોરના મેદાન પર 175 રન બનાવીને બનાવ્યો હતો. ત્યારબાદ ક્રિસ ગેલે બ્રેન્ડન મેક્કુલમનો આઈપીએલ 2008માં બનાવેલા 158 રનનો રેકોર્ડ તોડ્યો હતો, જે IPL ઇતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર છે.
રન ચેઝમાં સૌથી વધુ સ્કોર બનાવનારો બેટ્સમેન
ગેલ અને મેક્કુલમે પ્રથમ બેટિંગ કરતા 175 અને 158* રન બનાવ્યા હતાં. જ્યારે અભિષેક શર્માએ (Abhishek Sharma) રનનો પીછો કરતી વખતે 141 રન બનાવ્યા છે. આ રીતે તે IPL રન ચેઝમાં સૌથી વધુ સ્કોર બનાવનાર બેટ્સમેન છે.
અભિષેક શર્માએ (Abhishek Sharma) પંજાબ કિંગ્સ સામે માત્ર 40 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે છઠ્ઠી સૌથી ઝડપી સદી છે. આઈપીએલમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ ક્રિસ ગેલના નામે છે, જેમણે માત્ર 30 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. યુઝુફ પઠાણે 37 બોલમાં, ડેવિડ મિલરે 38 બોલમાં, ટ્રેવિસ હેડે 39 બોલમાં અને પ્રિયાંશ આર્યએ પણ 39 બોલમાં IPL સદી ફટકારી હતી.