ગ્રેટર નોઈડાના રાબુપુરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે સચિન મીણાના ઘરમાં બળજબરીથી ઘૂસીને સીમા હૈદર પર ખૂની હુમલો કર્યો. આ ઘટના શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી. યુવકે પહેલા ઘરના મુખ્ય દરવાજાને જોરથી લાત મારી અને પછી અંદર ઘૂસીને સીમા હૈદરનું ગળું દબાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન તેણે સીમા હૈદરને 4-5 વાર થપ્પડ પણ મારી. સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો, ત્યારે એક નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો. યુવકે દાવો કર્યો હતો કે સીમા હૈદરે તેના પર કાળો જાદુ કર્યો હતો જેના કારણે તે આપમેળે ગુજરાતમાંથી આટલે દૂર સુધી ખેંચાઇ આવ્યો હતો.

