
Ahmedabad news: અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામના યુવાનો સાથે કમનસીબ દુઃખદ ઘટના ઘટી. ચાર દલિત યુવાનોના નદીમાં તણાઈ જવાથી મૃત્યુ થયા છે. દુઃખની બાબત એ છે કે તેમના મૃતદેહોને તંત્ર દ્વારા ટ્રેકટરની ટ્રોલીમાં નાંખીને લઈ જવામાં આવ્યા. એકપણ રૂપિયાની સહાય હજી સુધી પરિવારના સભ્યોને મળી નથી. ત્યારે રાજ્ય સરકાર પાસે માંગણી કરું છું કે, મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે.
સમગ્ર ઘટના શું હતી?
અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાં નાહવા ગયેલા ચાર યુવાનોનું એકસાથે અકસ્માતે ડૂબવાથી મોત નીપજ્યું હતું. 18થી 20 વર્ષના ચારેય દલિત યુવાનોના પાણીમાં ડૂબવાથી મોત થયા હતા. જેથી અમરેલી જિલ્લામાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. આ યુવાનો ન્હાવા માટે ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં ગયા હતા જ્યાં તેઓ પાણીના ઊંડા વહેણમાં આવતા ડૂબવા લાગ્યા હતા.જો કે મૃતક યુવકોના પરિવારજનોને કોઈપણ પ્રકારની સહાય રાજ્ય સરકાર તરફથી નહોતી ચુકવાઈ જેથી શક્તિસિંહ ગોહિલે સરકારને સહાય આપવાની માંગ કરી હતી.