જો તમે સુરતમાં રહો છો અને સુરતમાં હેડ એન્ડ શોલ્ડર્સ નામની બ્રાન્ડનું ઉપયોગમાં લો છો તો તમારે ચેકવાની જરૂર છે કારણકે તમારા વાળને ફાયદો અપાવવાના બદલે ડબલ નુકસાન પહોંચાડી શકે છે કારણ કે સુરતમાં હેડ એન્ડ શોલ્ડર્સ બ્રાન્ડના નકલી શેમ્પુના વેચાણનો પર્દાફાશ થયો છે. અમરોલી પોલીસે 16.36 લાખના મુદ્દામાલ સાથે એક ક્લાર્કને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ આ નકલી શેમ્પુનું વેચાણ કરતા બે મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
કલાર્ક ઝડપાયો
સુરત શહેરમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવે છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થતું હોવાની માહિતીને લઈ અમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અમરોલી પોલીસને માહિતી મળી હતી કે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગોડાઉન ની અંદર ગેરકાયદેસર રીતે હેડ એન્ડ સોલ્ડર્સ નામની બ્રાન્ડેડ કંપનીના શેમ્પુનું ડુબલીકેટેશન થઈ રહ્યું છે. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ કરવામાં આવી અને 16.36 લાખના શેમ્પુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. તો ગોડાઉન પરથી એક ક્લાર્કને ઝડપી પડાયો છે આ ઉપરાંત શેમ્પુનું વેચાણ કરતા ડેનિશ અને જેમીલ નામના બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વેબસાઈટ પર સામાન વેચતા
અમરોલી પોલીસ દ્વારા જ્યારે આ ક્લાર્કની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે ક્લાર્ક દ્વારા પોલીસની સામે કબુલાત કરવામાં આવી હતી કે, ડેનિશ અને જીમીલ નામના ઇસમો છેલ્લા 8 વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને 8 વર્ષમાં કરોડો રૂપિયાના શેમ્પૂ વેચાણ કરી ચૂક્યા છે. ડેનિસ અને જેમિલ ઈ-કોમર્સ પોર્ટલનો ઉપયોગ કરીને નકલી શેમ્પુ વેચતા હતા. શેમ્પુનું વધારે પ્રમાણમાં વેચાણ થાય એટલા માટે આ બંને ગ્રાહકોને એક બોટલ પર એક બોટલ ફ્રી આપવાની લાલચ આપતા હતા. જેથી કરીને ગ્રાહકો અન્ય મેડિકલ સ્ટોર કે અન્ય જગ્યા પરથી આ શેમ્પૂ ખરીદવાના બદલે ઈ કોમર્સ વેબસાઈટ પરથી તેમની પાસેથી શેમ્પુની ખરીદી કરે.
વોન્ટેડને ઝડપવા ચક્રોગતિમાન
ઉલ્લેખનીય છે કે લોકો પોતાના વાળની ટ્રીટમેન્ટ કરવા માટે અને ખોડાને દૂર કરવા માટે આ બ્રાન્ડના શેમ્પુનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ડેનિશ અને જેમિલ દ્વારા વેચાણ કરવામાં આવેલા શેમ્પુ લોકોના વાળને ફાયદો નહીં પરંતુ વ્યાપક નુકસાન પહોંચાડી નુકસાન કરતા હતા કારણ કે આ શેમ્પુ ઓરીજનલ નહીં નકલી હતું.ગોડાઉનના ક્લાર્કની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે તે માત્ર ગોડાઉનનું સંચાલન કરતો હતો પરંતુ કતારગામ વિસ્તારનો રહેવાસી ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણી આ બંને આ શેમ્પૂ તૈયાર કરી તેનું વેચાણ કરતા હતા. ત્યારે પોલીસે હાલ ક્લાર્ક હિતેશ શેઠની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી અને અન્ય બે ઈસમ ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
ગોડાઉનનું સંચાલન કરતો
ક્લાર્ક ની પૂછપરછ માં એવું પણ સામે આવ્યું કે તે માત્ર ગોડાઉન નું સંચાલન કરતો હતો પરંતુ કતારગામ વિસ્તારનો રહેવાસી ડેનિશ વિરાણી અને જેમિલ ગામાણી આ બંને આ શેમ્પૂ તૈયાર કરી તેનું વેચાણ કરતા હતા ત્યારે પોલીસે હાલ ક્લાર્ક હિતેશ શેઠને અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી અને અન્ય બે ઈસમ ડેનિશ વિરાણી અને જે મિલ ગાબાણીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.