ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીને હવે થોડા સમયની વાર છે. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકો સાથે પ્રચાર શરુ કરી દીધો છે. એવામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા પણ પોતાની પાર્ટી સાથે ચૂંટણીમાં લડવા માટે મેદાનમાં ઉતર્યા છે.

